બ્રિટનથી પ્લેનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બ્રિટિશ એરવેઝના એક વિમાનને ભારે પવનના કારણે હીથ્રો એરપોર્ટ પર ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પ્લેન સોમવારે સવારે લગભગ 10.50 વાગ્યે એબરડીનથી પહોંચ્યું હતું. પાયલોટે પ્લેન લેન્ડ કરવું હતું પરંતુ જે સમયે વિમાનના પાઇલટે એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કર્યો તે સમયે કોરી વાવાઝોડાંના કારણે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે પાઇલટ પ્લેનને લેન્ડ કરી શક્યો ન હતો.
The moment a British Airways plane traveling from Aberdeen, Scotland, aborted an attempt to land on the runway at London's Heathrow Airport due to strong winds pic.twitter.com/fAyzEKdTvy
— Reuters (@Reuters) February 1, 2022
આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં શરૂઆતમાં પ્લેન ઉડતું જોવા મળી રહ્યું છે. તે ધીમે ધીમે જમીન તરફ આવે છે, પરંતુ પવનના કારણે વિમાન રનવે પર રોકી શકાયું ન હતું. વિમાનના પૈડાં જમીનને બે વાર સ્પર્શ્યા અને ટાયર ઘસાવાને કારણે ધુમાડો નીકળવા લાગે છે. પ્લેન એક બાજુએ નમી જાય છે. ત્યારપછી પાઈલટ પોતાનો વિચાર બદલીને પ્લેનને હવામાં લઈ જાય છે, પરંતુ આ દરમિયાન પ્લેનનો પાછળનો ભાગ રનવેને સ્પર્શે છે. જેના કારણે પ્લેન પણ ત્યાં ક્રેશ પણ થઇ શકતું હતું પરંતુ પાયલોટે સમજદારી બતાવી અને પ્લેન ફરીથી ઉડાવ્યું હતું. જેના પરિણામે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. હવે આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પાયલટની ખુબ પ્રશંશા કરી રહ્યા છે.