Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડ પંથકમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

કાલાવડ પંથકમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

બે દિવસ પહેલાં ગુનો નોંધાયો : કાલાવડ પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચ્યો

- Advertisement -

કાલાવડ પંથકમાં બાળકી ઉપર અવાર-નવાર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી શખ્સને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ પંથકમાં બે દિવસ પૂર્વે એક બાળકીને લલચાવી-ફોસલાવીને નરાધમ દ્વારા દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ પ્રકરણમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પો.કો. સંજયભાઈ બાલીયા, હાર્દિકપરી ગોસાઈ, નવલભાઈ આસાણીને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી.એસ. પટેલ, એએસઆઈ મયુરસિંહ પરમાર, હેકો જીતેન પાગડાર, પો.કો. સંજય બાલીયા, મયુરસિંહ જાડેજા, નવલ આસાણી, હાર્દિકપરી ગોસાઈ, વાસુદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે કાલાવડ તાલુકાના સનાળા ગામમાં રહેતાં પ્રવિણ ઉર્ફે વિકો ઉર્ફે પવલો માવજી રાઠોડ (ઉ.વ.29) નામના નરાધમને ગણતરીની કલાકોમાં દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. કાલાવડ પોલીસે પ્રવિણ વિરૂધ્ધ આઈપીસી કલમ 376 (2) (એફ), 376 (2) (એન), 506(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular