Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરવાસીઓ આ દ્રશ્યો ભૂલી તો નથી ગયા ને...?

જામનગરવાસીઓ આ દ્રશ્યો ભૂલી તો નથી ગયા ને…?

- Advertisement -

જામનગર સહિત દેશ અને દુનિયામાં ફરી કોરોના હાહાકાર મચાવવા લાગ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભની પ્રતિતિ આંકડાઓના વિસ્ફોટથી થઇ રહી છે. સંક્રમણનાં ગંભીર સંકેતો છતાં લોકોમાં બેદરકારી અને લાપરવાહી સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની બીજી લહેર દરમ્યાન જામનગરના એ બિહામણાં દ્રશ્યો યાદ દેવડાવવાની ફરજ પડી છે. અમારો ઇરાદો લોકોને ડરાવવાનો લેશ માત્ર નથી. પરંતુ જે લાપરવાહી શહેરીજનોમાં જોવા મળી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે, આપણે મહામારીની એ ભયાનકતા ભૂલી ગયા છીએ. એપ્રિલ-મે-2021ની આ તસ્વીરો વર્ષની સૌથી ડરામણી તસ્વીરો છે. જયારે બીજી લહેર તેની ચરમસીમાએ હતી. ત્યારે આપણી હેલ્થ સીસ્ટમ જવાબ દઇ ગઇ હતી. રસ્તા પર સારવાર લેવાની લાચારી અને નજર સામે પ્રાણ છોડતાં સ્વજનોમાં કરૂણ દ્રશ્યોએ આખા શહેરને હચમચાવી મૂકયું હતું.

- Advertisement -

ફરી એકવાર મહાલહેરના એંધાણ સાંપડવા લાગ્યા છે. ત્યારે આ તસ્વીરો આપને સાવધાન સાવચેત કરવા માટે રજૂ કરી છે. ઇતિહાસ હંમેશા આપણને કોઇને કોઇ બોધપાઠ આપે છે. પરંતુ આપણે તેને લાપરવાહીપૂર્વક નજરઅંદાજ કરી દેતા હોય તેના ગંભીર પરિણામો સામે આવે છે.

હજુ પણ સમય છે ચેતી જવાનો, લાપરવાહી છોડવાનો, ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવાનો, કોઇ જામનગરવાસી એપ્રિલ-મે ના આવા દ્રશયો ફરી જોવા નહીં ઇચ્છતો હોય તો ચેતી જાવ, સતર્ક રહો અને સ્વયંશિસ્ત પાળો…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular