સોશિયલ મીડિયા પર ‘બચપન કા પ્યાર’ ગીત વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે. આ ગીત જ્યારે છત્તીસગઢના 7વર્ષના બાળક સહદેવે આ ગીત ગાયું ત્યારે તેઓ રાતોરાત સ્ટાર બની ગયા. પરંતુ આ ગીતનું ઓરીજનલ વર્ઝન ગુજરાતના લોકગાયકનું છે.
થોડા દિવસો પહેલા એક વિડીઓ સામે આવ્યો હતો, જેમાં એક બાળક તેના જોરદાર અવાજમાં ‘બચપન કા પ્યાર’ ગાતો હતો. તેમના દ્વારા ગવાયેલા ગીતની એક ક્લિપ સોશિયલ મીડિયા પર પહોંચી. હવે દરેક સ્ટાર આ ગીત પર વીડિયો બનાવી રહ્યા છે. સહદેવનો એ વીડિયો એટલો લોકપ્રિય થયો છે કે છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તેમને મળ્યા. તેનું ગીત લાઇવ સાંભળ્યું અને તેના ખૂબ વખાણ કર્યા. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત ‘જાને મેરી જાનેમન’ ક્યાંથી આવ્યું?
‘બચપન કા પ્યાર’ ગુજરાતના લોક ગાયક કમલેશ બારોટે ગાયું છે. તેના લેખક પી.પી. બારીયા છે અને સંગીત મયુર નાદિયાનું છે. આ ગીત 8 એપ્રિલ 2019 ના રોજ યુટ્યુબ પર રિલીઝ થયું હતું. આ ગીતને અત્યાર સુધીમાં 5 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
સહદેવનું આ વાયરલ ગીત વર્ષ 2019 માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સહદેવને તેમના શિક્ષકે ગીત ગાવા માટે કહ્યું હતું. જ્યારે બાળકે ગાવાનું શરૂ કર્યું, શિક્ષકે તેને રેકોર્ડ કર્યું અને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. અને વર્ષ 2021 આ ગીત વાયરલ થયું.