કાલાવડ તાલુકાના મણવર ખીજડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા અને મજૂરી કામ કરતા વૃધ્ધ તેની પત્નીથી દૂર એકલવાયુ જીવન જીવતા હતાં અને તેને સંતાન ન હોવાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, દાહોદના રાજપુર ગામના વતની અને કાલાવડ તાલુકાના મણવર ખીજડિયા ગામની સીમમાં આવેલી અભેસિંહના ખેતરમાં મજૂરી કામ કરતા મડિયાભાઈ મનજીભાઈ ડામોર (ઉ.વ.60) નામના વૃધ્ધને તેમના લગ્નજીવનના 25 વર્ષ દરમિયાન સંતાન ન હતું. અને તેની પત્નીથી દૂર ખેતરમાં મજૂરી કરી એકલવાયુ જીવન જીવતા હતાં જિંદગીથી કંટાળી જઈ ગત તા.22 ના રોજ બપોરના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતાં હેકો પી.એન. સોઢા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.