Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસાવધાન : દેશમાં કોરોનાની ફરી ડરામણી ચાલ

સાવધાન : દેશમાં કોરોનાની ફરી ડરામણી ચાલ

છેલ્લા 24 કલાકમાં 20,000થી વધુ નવા કેસ નોંધાયા, 38 દર્દીઓના મોત : ગુજરાતમાં પણ આંકડો 700ને પાર

- Advertisement -

ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં કેટલાક દિવસોથી સ્થિરતા રહ્યા બાદ આજે ફરી ધુણ્યો હોય તેમ ચોવીસ કલાકમાં 20000થી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટમાં જણાવાયા મુજબ ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 20139 કેસ નોંધાયા હતા અને 38 લોકોના મોત નિપજયા હતા. ગઈકાલે 16906 કેસ હતા તેની સરખામણીએ દૈનિક કેસમાં 2233 કેસનો વધારો નોંધાયો છે.

- Advertisement -

આ દરમ્યાન 16482 દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દેશમાં હવે એકટીવ કેસોની સંખ્યા વધીને 136076 થઈ છે જે ગઈકાલની સરખામણીએ 3619 વધુ છે. કોરોનાકાળની શરુઆતથી અત્યાર સુધીમાં 525557 લોકોના મોત નિપજયા છે. રાજયના પાટનગર દિલ્હી, ગુજરાત સહિતના રાજયોમાં નવા કેસોમાં વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં 490 કેસ નોંધાયા હતા અને ત્રણના મોત નિપજયા હતા. ગુજરાતમાં પણ આંકડો 700 ને વટાવી ગયો હતો. જો કે મુંબઈમાં રાહત છે અને છેલ્લા 24 કલાકમાં 383 કેસ નોંધાયા હતા જે આગલા દિવસ કરતા 37 ઓછા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular