Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35,000ને પાર

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35,000ને પાર

દેશમાં 24 કલાકમાં નવા 5,880 કેસ નોંધાયા : જામનગર શહેરમાં આજે એક કેસ નોંધાયો

- Advertisement -

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોમાં લગભગ 10 ટકાનો ઉછાળો આવ્યો છે. દેશમાં એક દિવસમાં 5,880 નવા કોરોના કેસ નોંધાયા છે, જે સક્રિય દર્દીઓની સંખ્યા 35,199 પર લઈ ગયા છે. જામનગર શહેરમાં છેલ્લા બે દિવસ દરમ્યાન એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી. દરમિયાન આજે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાંઆ બે દિવસ દરમ્યાન માત્ર એક મહિલાનો કોરોના રિપોર્ટઝ પોઝિટીવ આવ્યો છે. કોરોનાને રોકવા માટે દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 205 ડોઝ આપવામાં આવ્યા છે. આંકડાઓ અનુસાર, હાલમાં દેશમાં રિકવરી રેટ 98.73 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 3,481 લોકો સાજા થયા છે, જેના કારણે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે. દૈનિક સકારાત્મકતા દર 6.91 ટકા છે અને સાપ્તાહિક સકારાત્મકતા દર 3.67 ટકા છે. કોરોનાના નવા કેસોની ઓળખ કરવા માટે, છેલ્લા 24 કલાકમાં 85,076 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular