Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoશું તમે પણ આવા કિસ્સાઓ જોયા છે....??? - VIRAL VIDEO

શું તમે પણ આવા કિસ્સાઓ જોયા છે….??? – VIRAL VIDEO

રસ્તા વચ્ચે ગમે ત્યાં સવારી લેવા ઉભા રહી જતા વાહનોનો ત્રાસ

અવારનવાર અકસ્માતન ઘટનાઓ આપણી સમક્ષ આવતી હોય છે. ત્યારે કેટલાંક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં આપણને જોઇને ગુસ્સો આવે છે. જેમાં રૂપિયાની સવારી માટે ચાલકો રસ્તા વચ્ચે ગમે ત્યાં ગાડી રોકી દેતા જોવા મળે છે. ત્યારે તેની પાછળ ચલાવતા વાહનો માંડ માંડ પોતાનો સંતૂલન જાળવતા જોવા મળે છે. ત્યારે ખરેખર આ લોકો પર ગુસ્સો આવે છે. ત્યારે કેટલાંક અકસ્માતો થતાં અટકે છે તો કયાંક તે ઘટના અકસ્માતમાં પરિણમે છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો. જ્યાં આવી ઘટના બની હતી.

- Advertisement -

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને લોકો ગુસ્સે થઇ રહ્યાં છે. આ વિડિયોમાં એક ડ્રાઇવર માત્ર પાંચ રૂપિયાની સવારી માટે હાઇવેની વચ્ચે કાર રોકી દે છે. આ બેદરકારીને કારણે ખતરનાક અકસ્માત થાય છે. આ વિડિયો લોકોને માર્ગ સલામતી વિશે વિચારવા મજબૂર કરી રહ્યો છે.

- Advertisement -

એક્સના પ્લેટફોર્મ પર @Zaffar_Nama એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને જોઇને લોકો ગુસ્સે થઇ રહ્યાં છે. એક ડ્રાઇવર માત્ર પાંચ રૂપિયાની સવારી માટે હાઇવે વચ્ચે કાર રોકી દે છે. આ બેદરકારીને કારણે ખતરનાક અકસ્માત થાય છે. સવારી મેળવવાની ઉતાવળના પગલે રસ્તાની સ્થિતિ પર ઘ્યાન નથી દેવાતું અને પાછળથી ઝડપથી આવતી એક ટ્રક વાહન સાથે અથડાઇ ટક્કર એટલી જોરદાર હતી કે, વાહન આગળ વધીને સામેથી આવતા બાઇક સાથે અથડાઇ છે. આ બેદરકારી કઇંકના જીવ જોખમમાં મૂકે છે. આ વિડિયો આપણને માર્ગ સલામતીનું મહત્ત્વ સમજાવે છે. તેમજ વાહનચાલકોને તેની ફરજનું ભાન હોવું જોઇએ તેવું દર્શાવે છે. ત્યારે આવી બેદરકારી સામે કડક કાર્યવાહી થવી જોઇએ. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular