Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયનવું આલિશાન સંસદ ભવન તૈયાર...

નવું આલિશાન સંસદ ભવન તૈયાર…

- Advertisement -

સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની સંભાવના છે. નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લી મુકાવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી. નવ ભવનમાં વિશાળ હોલ, લાયબ્રેરી, પાર્કીંગ વગેરે માટે મોટી જગ્યા રાખવામાં આવી છે.મીટીંગ રૂમ તથા ઓફિસો આધુનિક ટેકનોલોજીથી સુસજજ છે નવા બિલ્ડીંગની ટોચ પર ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું. નવી લોકસભામાં 888 સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજયસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા છે. ક્ષમતા વધારવી પડે તો તેના માટે પણ ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે. લોકસભામાં કુલ 1482 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. રાષ્ટ્રપતિનાં સંબોધન વખતે સંસદનાં સંયુકત સત્રમાં તમામ સભ્યો એક સાથે બેસી શકશે. દિલ્હીમાં 10 ડીસેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. 971 કરોડનો અંદાજીત ખર્ચ થયો છે. સરકારે એવો દાવો કર્યો છે કે નવા સંસદ ભવનનાં નિર્માણથી 23 લાખ લોકોને રોજગારી મળી હતી. નવા સંસદભવનમાં ઓડીયો-વિઝયુઅલ સીસ્ટમ સાથે આધુનિક કમીટી રૂમ ઉપરાંત વિશાળ લાયબ્રેરી, સેન્ટ્રલ લોન્જ, બંધારણ હોલ પણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular