Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીય15 જાન્યુઆરીએ જાહેર થશે સેનાનો નવો યુનિફોર્મ

15 જાન્યુઆરીએ જાહેર થશે સેનાનો નવો યુનિફોર્મ

- Advertisement -

ઈન્ડિયન આર્મીનો કોમ્બેટ યુનિફોર્મ બદલાઈ રહ્યો છે અને તેનો પ્રથમ લુક 15મી જાન્યુઆરીએ આર્મી ડે પરેડમાં જોવા મળશે. પહેલીવાર આર્મી ડે પરેડમાં માર્ચિંગ ટુકડી ઈન્ડિયન આર્મીની અલગ-અલગ સમયમાં રહેલી યુનિફોર્મ અને હથિયારના હિસાબે હશે. આ રીતે પ્રથમ વાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ આર્મીની જે ટુકડી સામેલ થશે, અલગ-અલગ સમયની યુનિફોર્મના હિસાબે હશે. હમણાં સુધી આર્મી ડે પરેડ અને પ્રજાસત્તાક દિવસની પરેડમાં આર્મીની માર્ચિંગ ટુકડી અલગ-અલગ રેજિમેન્ટના હિસાબથી જુદી રહેતી હતી. પરંતુ આ પહેલીવાર અલગ-અલગ સમયની યુનિફોર્મના હિસાબે હશે. સૂત્રોના કહેવા અનુસાર એક માર્ચિંગ ટુકડી આઝાદી પહેલાની આર્મીની યુનિફોર્મ, એક ટુકડી 1962ના સમયની યુનિફોર્મ, એક ટુકડી 1971 પછીની યુનિફોર્મ, એક ટીમ 90ના દાયકાના શરુઆતની અને યુનિફોર્મ, એક ટુકડી આર્મીના વર્તમાન યુનિફોર્મમાં માર્ચ કરશે. જ્યારે એક ટુકડી આર્મીની નવી કોમ્બેટ યુનિફોર્મમાં હશે. ઈન્ડિયન આર્મીની નવી કોમ્બેટ યુનિફોર્મમાં ડિઝિટલ પેટર્ન છે. સૂત્રોના કહેવા અનુસાર યુનિફોર્મમાં કેમોફ્લોઝ(એવો કલર અને પેટર્ન જે એકદમ નજરે પડે નહીં અને સંતાવવામાં મદદ મળે) છે, જે વધુ શ્રેષ્ઠ છે. અમેરિકા સહિત કેટલાય દેશોની આર્મી ડિઝિટલ પેટર્નનો ઉપયોગ કરે છે.

- Advertisement -

વર્તમાન યુનિફોર્મમાં શર્ટ પેન્ટની અંદર હોતું અને બહારથી બેલ્ટ લગાવવામાં આવતો હતો. નવા યુનિફોર્મમાં બેલ્ટ અંદર રહેશે અને શર્ટ બહાર રહેશે. આર્મી ઓફિસરના કહેવા અનુસાર આ યુનિફોર્મથી કામ કરવામાં સરળતા રહેશે. કપડામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular