Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજીજી હોસ્પિટલ તંત્રની બેદરકારી, બિનજરૂરી મશીનો ધૂળ ખાઈ રહ્યા છે

જીજી હોસ્પિટલ તંત્રની બેદરકારી, બિનજરૂરી મશીનો ધૂળ ખાઈ રહ્યા છે

- Advertisement -

જામનગરની જીજી હોસ્પિટલમાં આશરે દોઢ વર્ષ પહેલા અત્યાધુનિક લોન્ડ્રી સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના પાછળ 5લાખનો ખર્ચ થયો છે. પરિણામે જે જૂની લોન્ડ્રી સીસ્ટમ છે તે લોન્ડ્રી વિભાગની બહાર કેટલાય મહિનાઓથી ધૂળ ખાઈ રહી છે.

- Advertisement -

આ સીસ્ટમ હવે જૂની થઇ ગઈ હોવાથી બિનજરૂરી બની રહેતા છેલ્લા કેટલાય સમયથી ત્યાં જ છે. અને આવા તો અનેક સાધનો હોસ્પિટલમાં છે જે બિનજરૂરી બની રહેતા તેનો નિકાલ કરવામાં આવતો નથી. તો કેટલાક એવા પણ સાધનો છે કે જેનો ઉપયોગ નથી થઈ રહ્યો.

જીજી હોસ્પિટલમાં તંત્રની લાપરવાહીના પરિણામે ભંગારનો વાડો ખડકાઈ રહ્યો છે. જેમાં અનેક વણવપરાયેલા અને બગડી ગયેલા સાધનો પડ્યા છે. પરંતુ જે સાધનો રીપેર થઇ શકે તેમ હોય તો તેનું રીપેરીંગ કરાવી લેવામાં આવે તો દર્દીઓની સારવાર માટે ઉપયોગી થઇ શકે છે. અને જે સાધનો જરૂરી નથી તેનો યોગ રીતે નિકાલ કરી દેવામાં આવે તો હોસ્પિટલમાં ભંગારના ખડકલા ન થાય. તેવી જ રીતે જીજી હોસ્પિટલને નવી લોન્ડ્રી સીસ્ટમ મળતાની સાથે જ છેલ્લા દોઢ વર્ષથી જુના વોશિંગ મશીન છે તે બહારની ધૂળ ખાઈ રહ્યા છે.

- Advertisement -

સીસ્ટમ જૂની થઇ જતા અને તેના રીપેરીંગમાં વધુ ખર્ચ થતો હોવાથી હવે તેનું રીપેરીંગ થઇ શકે તેમ પણ નથી. તેમ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડૉ.ધર્મેશ વસાવડાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular