Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરVIDEO : દરેડમાં ગર્ભવતી નેપાળી મહિલાની કરપીણ હત્યાથી અરેરાટી

VIDEO : દરેડમાં ગર્ભવતી નેપાળી મહિલાની કરપીણ હત્યાથી અરેરાટી

ગ્રામ્ય ડિવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો : અજાણ્યા યુવક દ્વારા કોઇ હથિયાર વડે હત્યાની આશંકા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં રવિવારે સાંજના સમયે ગર્ભવતી નેપાળી મહિલા ઉપર કોઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી હત્યાનો ગુન્હો નોંધી હત્યારાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -


મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી ભુમીસા ઇન્દ્રબહાદુર (ઉ.વ.39) નામની મહિલા ઉપર આજે સાંજે તેણીના ઘરમાં કોઇ અજાણ્યા શખ્સે આવી તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરતા આઠ માસનો ગર્ભ ધરાવતી મહિલા લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી અને ગણતરીની મીનીટોમાં જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ગ્રામ્ય ડિવાયએપી કૃણાલ દેસાઇ અને પંચ બી પીએસઆઇ સી.એમ.કાંટેલિયા તથા એલસીબી, એસઓજી અને ગુન્હાશોધક શ્વાન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરતા મૃતક મહિલાના પતિ બનાવ સમયે કારખાને મજૂરીકામે ગયા હતા અને મહિલાની હત્યા કોઇ અજાણ્યા યુવકે નિપજાવી હોવાના પ્રાથમિક તારણના આધારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular