પૈસા કમાવવા માટે લોકો ગમે તેવો ધંધો શરુ કરતા હો ય છે. મુંબઈની એક કંપની એ તો હદ કરી નાખી. સુખાંત ફયુનરલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિ મિ ટેડ કંપની એ અંતિમ સંસ્કારની સેવા શરુ કરી છે. આ ઘટના ની એક તસવીર વાયરલ થઈ છે જે પછી લોકો ભડકયાં હતા. આ ફો ટો ભારતી ય પ્રશાસનિક સેવા (આઈએએસ)ના અધિકારી અવનીશ શરણ સહિત અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે પોસ્ટ કર્યો છે. તે એક ઇવેન્ટમાં કંપનીનો સ્ટોલ બતાવે છે, તેની પ્રો ફાઇલ દર્શાવે છે. તેની વેબસાઇટ અનુસાર, મુંબઈ સ્થિત કંપની ‘મૃત્યુ પછીની તમામ વિધિઓ અને જવાબદારીઓનું ધ્યાન રાખશે’ જેથી શો કગ્રસ્ત સંબંધીઓને રાહત અને તણાવ મુક્ત વાતાવરણ પ્રદાન કરી શકાય.
કંપની જેમના ઘરમાં મરણ થયું હોય તેમને એમ્બ્યુલન્સ સેવા, અંતિ મ સંસ્કાર માટે જરૂરી તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે અને મૃત્યુ પ્રમા ણપત્ર મેળવવામાં સહાય પૂરી પાડે છે.
કંપની 38,000 રુપિયા લઈને મરણ મા ટે જરુરી તમામ સેવા ઓ પૂરી પાડે છે જેવી કે નનામી તૈયાર કરાવવી, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, માણસો મો કલવા, ચિતા સળગાવવી, મૃતકને ચિતા પર રાખવા, રોનાર માણસો અને છેલ્લે અસ્થિ વિસર્જન. કિઓસ્કમાં હાજર કંપનીના પ્રતિનિધિ ઓએ જણાવ્યું હતું કે તેમની ટીમ અંતિમવિધિ પાર પડાવવા માટે 38,000ની ફી લેશે અને અસ્થિ વિસર્જનમાં પણ મદદ કરશે.