ઉઝ્બેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં એક મહિલાએ તેની 3 વર્ષની બાળકીને નેશનલ ઝૂ માં રીંછની સામે ફેંકી દીધી હતી. આ પીંજરું 16 ફૂટ ઊંડું હતું અને તેમાં એક જંગલી રીંછ હતું. જેણે આ ઘટના જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે એક માતાએ તેની નાની બાળકી સાથે આવું કૃત્ય કેમ કર્યું? રીંછના પિંજરાથી થોડે દૂર CCTV લગાડવામાં આવ્યા છે. જેમાં આ ઘટના કેદ થઈ છે.
#video
ઉઝ્બેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં એક મહિલાએ તેની 3 વર્ષની બાળકીને ઝૂ માં રીંછના પાંજરામાં ફેંકી દીધી16 ફૂટની ઉંચાઈએથી નીચે પડેલ બાળકીને ઝૂના કર્મચારીઓએ તાત્કાલિક બહાર કાઢી , હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ
માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી આવું કર્યાની પ્રાથમિક માહિતી pic.twitter.com/pVkfL6wGpC
— Khabar Gujarat (@khabargujarat) February 3, 2022
પોલીસે તેના બાળક સાથે આવું કરનાર માતાની ધરપકડ કરી છે અને જણાવવામાં આવ્યું છે કે મહિલાની માનસિક સ્થિતિ સારી નથી. ઝૂ ખાતે હાજર કર્મચારીઓને આ અંગેની જાણ થતાં જ તેઓ પીંજરામાં કૂદી ગયા હતા અને બાળકીને બહાર કાઢી હતી. આટલી ઉંચાઈ પરથી પડવાને કારણે તેણી ઘણી ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાણી સંગ્રહાલયના લોકોએ મહિલાને પોલીસને સોંપી દીધી, કહેવામાં આવ્યું છે કે જો આરોપ સાબિત થશે તો મહિલાને 15 વર્ષની જેલ થઈ શકે છે.