Sunday, December 22, 2024
Homeરાજ્યહાલાર સહિત રાજયમાં ફરી બદલાયો મોસમનો મિજાજ

હાલાર સહિત રાજયમાં ફરી બદલાયો મોસમનો મિજાજ

ગઇકાલ રાતથી પવનના સુસવાટા સાથે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ : જામનગર શહેરમાં સવારે ઝરમર વરસાદ : શહેરવાસીઓને માહોલ હિલ સ્ટેશન જેવો લાગ્યો તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનું ટેન્શન વધ્યું

- Advertisement -

એક મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કચ્છથી માંડીને કાશ્મીર સુધી હવામાન પલટાયું છે. દર વર્ષે શિયાળા દરમ્યાન આવા 4 થી પ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા જયારે મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસાવે છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને હાલાર સુધી આ ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગઇરાત્રીથી પવનના સુસવાટા સાથે હળવો વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં પણ આજે સવારે ઝરમર વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ગઇરાત્રે પણ ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદી છાંટા વરસ્યા હતા. પડોશના દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની દહેશત હોય ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જો કે, શહેરીજનો માટે આ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની રહ્યું હતું.

- Advertisement -

આ પ્રકારનું વાતાવરણ વાયરલ બિમારીઓને ઉત્તેજન આપતું હોય હાલના કોરોના સંક્રમણના કાળમાં આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજયમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધવા લાગ્યું છે ત્યારે આ પ્રકારનું વાતાવરણ સંક્રમણને ઉત્તેજન આપી શકે છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ખુલ્લામાં પડેલો મગફળી સહિતના પાકનો જથ્થો પલળી ગયો હતો. આગામી 24 કલાકમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ પ્રારંભ થશે. (અનુ. પાના 6 ઉપર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular