14 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મકરસંક્રાંતિના અવસર પર એક વાંદરાએ પણ પતંગ ચગાવ્યો હતો. આ વિડીઓ જયપુરનો છે.
#Jaipur #monkey #kites #ViralVideo #khabargujarat
જયપુરમાં વાંદરાએ કપાયેલા પતંગની દોરી હાથમાં પકડી, લોકોની નકલ કરી પતંગ ઉડાવ્યો
ઉત્તરાયણનો આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/OUi20Rusne
— Khabar Gujarat (@khabargujarat) January 17, 2022
વિડીઓમાં જોઈ શકાય છે કે એક વાંદરો છતની ટાંકી પર બેઠો છે અને દોરીને પકડીને પતંગ ઉડાવી રહ્યો છે. વાસ્તવમાં એક કપાયેલા પતંગની દોર તેના હાથમાં આવી ગઈ હતી અને બાદમાં લોકોને પતંગ ઉડાડતા જોઈને વાંદરાએ પણ પતંગની દોર પકડીને પતંગ ઉડાવ્યો હતો. બાદમાં પતંગ હાથમાં લઇને ફાડી નાખ્યો હતો.