જામનગરની જિલ્લા જેલમાંથી અવાર-નવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનામાં એસઓજીની ટીમે હાલમાં જ મોબાઇલ મળી આવ્યાના બનાવમાં તપાસ દરમિયાન હત્યાના ગુનામાં જેલમાં રહેલા શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલમાં હાલમાં જ બે મોબાઇલ ફોન બિનવારસુ મળી આવ્યાની ઘટનામાં પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજી પીઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન આ કેચેડો કંપનીનો મોબાઇલ ફોન હત્યાના ગુનામાં જેલમાં રહેલા જામનગરના મુકેશ નરશી રાઠોડ નામનો શખ્સ વર્ષ 2019 થી 2023 દરમિયાન વાપરતો હોવાનું ખુલ્યું હતું અને મુકેશે આ વર્ષ દરમિયાન જેલમાં રહેલાં રાહુલ ત્રિપાઠી તથા ઈરફાન અબ્બાસ સાથે મળીને જેલમાંથી કેચેડો કંપનીનો ફોન મંગાવ્યો હતો. તેમજ મુકેશ પાસેથી મળી આવેલું સીમકાર્ડ જામનગરની જેલમાં રહેલા પંકજ રાજસ્થાનીએ જે-તે વખતે જેલમાં આપ્યું હતું. મુકેશની પૂછપરછમાં જેલમાં ઉપયોગમાં લેવાયેલ ફોન અને સીમકાર્ડ અંગેનો ગુનો એસઓજીની ટીમે ડીટેકટ કરી મુકેશની ધરપકડ કરી સીટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યા હતાં.