મહિલાએ તેલનું પેકેટ ખાલી કરવાનો જોરદાર જુગાડ લગાવ્યો અને તેલના દરેક ટીપાનો હિસાબ લેતા હોય તેમ બુંદ બુંદને વાપરી લીધી કે જે જોઇને લોકો દંગ રહી ગયા આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://x.com/Rawat_1199/status/1944972188106547567
સોશિયલ મીડિયા પર ઘણી બધી રિલ્સ જોવા મળે છે. જેમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિના જુગાડુ વીડિયો પણ જોવા મળે છે. લગભગ દરેક ક્ષેત્રમાં કંઇક પ્રકારની રીલ્સ લોકો બનાવે છે અને અપલોડ પણ કરે છે જ્યારે તેમાંથી કેટલીક ચાલી પણ જાય છે. ત્યારે તાજેતરમાં એક મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. જેણે તેલના દરેક ટીપાનો ઉપયોગ કર્યો હતો. જે ખરેખર રસપ્રદ હતું.
સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર @Rawat_1199 પરથી શેર કરવામાં આવ્યો આ વીડિયોમાં એક મહિલા સરસવના તેલનું પેકેટ ખોલતી જોવા મળે છે પછી તે કાળજીપુર્વક બધુ તેલ બોટલમાં ભરે છે તેલ ભર્યા પછી મહિલા કાતરથી પેકેટ કાપીને સંપૂર્ણખોલે છે પછી બાકી રહેલું તેલ કાઢવા માટે પેકેટની અંદર લોટને કુણવે છે. જેથી તેલના દરેક ટીપાનો ઉપયોગ થાય આમ વીડિયો આગળ જોતા જોવા મળે છે કે, જ્યારે પેકેટમાં થોડું તેલ બાકી રહેલું દેખાય છે ત્યારે તે તેલના પેકેટને તેના પતિના પગ અને બાળકોના વાળ પર ઘસી દીધું હતું. આ વીડિયો મહિલાઓની કરકસર નીતિનો દાખલો પુરો પાડે તેવો છે ત્યારે લોકો આ વીડિયોને પસંદ કરીને તેના પર કમેન્ટ પણ કરી રહી છે.


