Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપીએમ પોષણ યોજના અંતર્ગત બાળકોને ભોજન પહોંચાડવાનો પ્રારંભ

પીએમ પોષણ યોજના અંતર્ગત બાળકોને ભોજન પહોંચાડવાનો પ્રારંભ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા, અક્ષયપાત્ર ફાઉન્ડેશન અને રિલાયન્સ દ્વારા પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાનો આજથી પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે શાળાઓમાં બાળકોને ગરમ ભોજન પહોંચાડવાની કામગીરીનો શુભારંભ મેયર બીનાબેન કોઠારી તથા કમિશનર વિજય ખરાડી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જનરલ બોર્ડમાં ઠરાવ કરી અક્ષયપાત્ર સંસ્થાને પ્રધાનમંત્રી પોષણશક્તિ નિર્માણ માટે ટોકન દરે લિઝ ઉપર જગ્યા ફાળવી છે. આ જગ્યામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અતિ આધુનિક સેન્ટરાઇઝડ કિચનનું નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. આ કિચન સંપૂર્ણ રીતે સેન્ટરાઇઝડ મશિનરીથી કાર્યરત રહેશે. જેમાં એક અંદાજ મુજબ દરરોજના 50,000 બાળકોનું ગરમ પોષણયુક્ત ભોજન તૈયાર થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજથી જામનગર સહિત સાત મહાનગરપાલિકા અને બે નગરપાલિકામાં મધ્યાહન ભોજન યોજના ફરીથી શરુ થઇ રહી છે. જેના ભાગરુપે જામનગરમાં પણ શાળાઓમાં તથા આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન પહોચાડવાની કામગીરીનો શુભારંભ થયો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની 53 શાળાઓના 14,000થી વધુ બાળકો તથા આંગણવાડીના 4000 જેટલા બાળકોને ગરમ પોષણયુક્ત ભોજન પહોંચાડવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એમડીએમ રૂરલમાંથી ગ્રામ્ય વિસ્તારને બાળકોને પોતાના ફુલ્લી ઓટોમેટીક વાહનોથી બાળકોને ગરમ પોષક તત્વવાળો આહાર પુરો પાડવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ અને અક્ષયપાત્ર સંસ્થા દ્વારા પી.એમ. પોષણ યોજના અંતર્ગત આજથી બાળકોને ભોજન પહોંચાડવાનું કાર્યનો મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, ડે. કમિશનર વસ્તાણી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, એન્જિનિયર ભાવેશભાઇ જાની તથા રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર સંસ્થાઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular