Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારદ્વારકા પોલીસની બોલેરો કાર હંકારી જતા શખ્સને જામનગરથી દબોચી લેવાયો

દ્વારકા પોલીસની બોલેરો કાર હંકારી જતા શખ્સને જામનગરથી દબોચી લેવાયો

દેવભૂમિ દ્વારકા ખાતે ગઈકાલે ગુરુવારે સવારે પોલીસની એક બોલેરો કારને ચોરી કરીને જતા ગાંધીધામના શખ્સને પોલીસે જામનગર ખાતેથી દબોચી લીધો હતો.

- Advertisement -

પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, દ્વારકા પોલીસ મથકની જીજે-18-જીબી-7269 નંબરની સરકારી બોલેરો જીપ કે જે દ્વારકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી જે સવારે આશરે 8:15 વાગ્યાના સમયે કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું હતું.

આ ગંભીર બાબતે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. તથા એસઓજી પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરી હતી. આ બોલેરો વાહન સૌપ્રથમ તો દ્વારકા નજીકના કુરંગા અને ત્યારબાદ ખંભાળિયાના ટોલનાકા પાસેથી પસાર થઈ અને જામનગર તરફ ગયું હોવા અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હતા. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની સુચના મુજબ આ બાબતે જામનગર જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી. આના અનુસંધાને જામનગર એલ.સી.બી. પોલીસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જામનગરમાં આવેલી અંબર ચોકડી પાસેથી આ બોલેરો જીપને ઝડપી પાડવામાં આવી હતી.

- Advertisement -

આ બોલેરોમાં એક જ શખ્સ હતો જેનો ચાલક મોહિત અશોકભાઈ શર્મા કે જે ગાંધીધામનો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી વિવિધ દેશોમાં તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular