Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયKKR-RCB વચ્ચે આજે નહી યોજાય મેચ, બે ખેલાડીઓ સંક્રમિત થતાં નિર્ણય લેવાયો

KKR-RCB વચ્ચે આજે નહી યોજાય મેચ, બે ખેલાડીઓ સંક્રમિત થતાં નિર્ણય લેવાયો

- Advertisement -

કોરોનાના કહેરની અસર હવે ઇન્ડીયન પ્રીમીયર લીગ પર પણ પડી છે. આજે યોજનાર કોલકત્તા નાઈડ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) ના મેચને રદ કરી દેવામાં આવ્યો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

- Advertisement -

IPLની 14મી સીઝનની 30મી મેચ આજે રોજ અમદાવાદ ખાતે આરસીબી અને કેકેઆર વચ્ચે યોજાવાની હતી. આજે સાંજે 7:30 વાગ્યે મેચ યોજાવાની હતી. પરંતુ કોલકત્તા નાઈડ રાઈડર્સના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને સંદીપ વારિયર કોરોના સંક્રમિત થતા મેચ સ્થગિત કરવામાં આવી છે. અને આજે મેચ નહી યોજવામાં આવે. આઈપીએલની 29 મેચ રમાઈ ચુકી છે. જેમાં કોઈ પણ જાતની અટકળો આવી નથી. પરંતુ આજે બે ખેલાડીઓ સંક્રમિત થતા મેચ રદ કરવામાં આવી છે. આઈપીએલનું આયોજન બાયોબબલ વચ્ચે થઇ રહ્યું હોવા છતાં પણ કોરોનાએ પેસારો કર્યો છે. કેકેઆર અને આરસીબી વચ્ચે મેચ ફરી ક્યારે યોજવામાં આવશે તેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા આ અંગે જાહેરાત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular