Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રેમલગ્ન કરેલા યુવાને ઘર કંકાસથી કંટાળીને તળાવમાં ઝંપલાવ્યું

પ્રેમલગ્ન કરેલા યુવાને ઘર કંકાસથી કંટાળીને તળાવમાં ઝંપલાવ્યું

ઘર કામ અને મિત્રો સાથે ફરવાની બાબતે અવાર-નવાર પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ : સાત માસ પુર્વે જ પ્રેમ લગ્ન કર્યા : ઘર કંકાસનું લાગી આવતા જિંદગી ટુંકાવી

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા નિર્મળનગર મેઈન રોડ પર રહેતાં સુથારી કામ કરતા યુવકે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર થતી ઘર કંકાસનું મનમાં લાગી આવતા લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા નિર્મળનગર મુખ્ય રોડ પર રહેતાં ભાવિન પરેશભાઈ ગૌતમી (ઉ.વ.22) નામના યુવકે સાત માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઘરકામ બાબતે તેમજ યુવકના મિત્રો સાથે ફરવા જવાની બાબતે અવાર-નવાર ઘર કંકાસ થતો હતો પ્રેમ લગ્ન બાદ ચાલુ રહેલા ઘર કંકાસનું મનમાં લાગી આવતા ભાવિન ગુરૂવારે બપોરના સમયે તેના ઘરેથી કોઇની કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેણે નાઘેડીના લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતા એએસઆઈ પી.બી. ગોજિયા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધર હતી. આ ઘટનામાં પોલીસે મૃતકના પિતા પરેશભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular