જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામની સિમમાં આવેલી નદી પાસેથી એસઓજીની ટીમે દેશી બનાવટની ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાંથી ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સ પસાર થવાની એસઓજીના હર્ષદ ડોરિયા, દિનેશ સાગઠીયા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એસ. નિનામા તથા પીએસઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફ દ્વારા મોટા થાવરિયાની સીમમાં આવેલી નદી પાસેથી અફઝલ ઈકબાલ જુણેજા (ઉ.વ.30) (રહે. આરબજમાત ખાના સામે, કાલાવડ નાકા બહાર, હાપા રોડ) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી બે હજારની કિંમતની દેશી બનાવટની ગેરકાયદેસર જામગરી બંદૂક મળી આવતા પોલીસે ધરપકડ કરી પંચ એ પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.