Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગીંગણીમાંથી અબોલ પશુઓને ઘાતકી રીતે લઇ જતો શખ્સ ઝડપાયો

ગીંગણીમાંથી અબોલ પશુઓને ઘાતકી રીતે લઇ જતો શખ્સ ઝડપાયો

બે ભેંસ અને ચાર નાના પાદરડાને પાંજરાપોળ મોકલવા કાર્યવાહી : ત્રણ લાખના બોલેરો વાહન સાથે ઉપલેટાના શખ્સની ધરપકડ

- Advertisement -

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ નજીકથી પસાર થતા બોલેરો પીકઅપ વાનને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી છ અબોલ પશુઓને ઘાતકીપણે જીવ જોખમાય તે રીતે લઇ જતાં ઉપલેટાના શખ્સને રૂા.3.48 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ નજીકથી અબોલ પશુઓને ઘાતકી રીતે એક શખ્સ લઇ જતો હોવાની સચિન છોટાઈ દ્વારા જાણ કરાતા સ્થાનિક પોલીસે બાતમી મુજબની બોલેરો પીકઅપ વાનને આંતરીને તલાસી લેતા તેમાંથી બે ભેંસ અને ચાર નાના પાડરડા સહિત છ અબોલ પશુઓનો જીવ જોખમાય તે રીતે ઘાતકીપણે લઇ જતાં હનિફશા ઈબ્રાહિમશા ફકીર (રહે. ઉપલેટા) નામના શખ્સને 48 હજારની કિંમતના છ અબોલ પશુઓ અને રૂા.3 લાખની કિંમતનું વાહન સહિત કુલ રૂા.3.48 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ અબોલ પશુઓને પાંજરાપોળ મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular