જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી પોલીસચોકી નજીકથી પસાર થતી બે્રઝા કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.15 હજારની કિંમતનો દેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસે બે્રઝા કારઅને દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાંથી દેશી દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ આર.એ. વાઢેર, એએસઆઈ ડી.ડી. જાડેજા, એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, કે.સી.જાડેજા, પો.કો.ખીમાભાઇ જોગલ, મયુરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થયેલી બાતમી મુજબની બ્રેઝા કારને આંતરવાનો પ્રયાસ કરતા કાર પોલીસથી દૂર ઉભી રાખી અને ચાલક સહિતના બે શખ્સો નાશી ગયા હતાં અને કારની તલાસી લેતા તેમાથી રૂા.15 હજારની કિંમતનો 750 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને પાંચ લાખની કિંમતની કાર મળી કુલ રૂા.5,15,000 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા (રહે. જામનગર) અને અજાણ્યા સહિતના બે શખ્સોની શોધખોળ આરંભી હતી.