ઉજ્જૈન થી 22 કલાકનો લાંબો પ્રવાસ ખેડીને એક પણ ક્ષણ નો વિરામ કર્યા વિના લકી ગુરુ અને તેમની ટીમેં જોરદાર ડમરુવાદન કરી ને જમાવટ કરી દીધી હતી.
આ વેળાએ અનેક શિવભક્તો એકત્ર થયા હતા અને હર હર મહાદેવના નારા ગજવ્યા હતા. ઉપરાંત કેટલાક શિવભક્તોએ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ ખેંચી હતી, અને મોબાઈલમાં વિડિયો ઉતારીને નગરમાં ફરતા કર્યા હતા.