ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. તેવામાં વિશ્વના અનેક દેશો ભારતની મદદે આવ્યા છે. થોડા દિવસ પહેલા બુર્જ ખલીફા પર દેશને હિંમત આપતો “સ્ટે સ્ટ્રોંગ ઇન્ડિયા” મેસેજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ઇઝરાયલના લોકોએ ભારત માટે પ્રાર્થના કરી છે.
ઇઝરાયલમાં એક વિડીઓ વાઈરલ થઇ રહ્યો છે જેમાં સેંકડો લોકો એક જગ્યાએ ભેગા થઇને “ૐ નમઃ શિવાય” નો જાપ કરી રહ્યા છે. અને આ વિડીઓ દ્રારા ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ વિડીઓ પવનપાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. જે તે ઇઝરાઇલમાં ભારતીય રાજદ્વારી છે અને ભારતીય વિદેશી સેવા 2017માં પાસઆઉટ છે. પવને આ વિડીઓના કેપ્શનમાં લખ્યું છે કે જયારે તમારા માટે આખું ઇઝરાયલ એક થઈને આશાનું કિરણ બને.
ઇઝરાયલ અને ભારતના લોકોનું એક આધ્યાત્મિક જોડાણ પણ છે. ઇઝરાયલના અનેક લોકો દર વર્ષે હિમાચલ પ્રદેશમાં આવે છે. અને અહીંના પહાડોમાં શાંતિની પળો વિતાવે છે.ઇઝરાયલે થોડાક સમય પહેલા પોતાને કોરોનામુક્ત દેશ ગણાવ્યો હતો. અને મોટાભાગના લોકોએ વેક્સીન લઇ લીધી છે. માટે જ આ વિડીઓમાં ભીઝ એકત્રિત થયેલ છે અને લોકો માસ્ક વગર દેખાઈ રહ્યા છે.