Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરકોલકાતાથી ઝડપાયેલા એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને આજે અદાલતમાં રજૂ કરાશે

કોલકાતાથી ઝડપાયેલા એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને આજે અદાલતમાં રજૂ કરાશે

એલસીબીની ટીમે કોલકાતામાંથી ઝડપી લઇ જામનગર લઇ આવ્યા : બે કરોડમાં સોપારી અપાઈ હતી : અદાલતમાં રજૂ કરવા તજવીજ

- Advertisement -

જામનગરમાં વર્ષ 2018માં એડવોકેટની ચકચારી હત્યા બાદ વિદેશ નાશી ગયેલા ભુમાફીયાને લંડનમાં પકડી પાડવામાં આવ્યો છે. તેમજ કલકતામાં નામ બદલીને રહેતા જામનગર પોલીસ માટે વોન્ટેડ એવા ભુમાફીયાના 3 સાગરીતોને એલસીબીએ વેશ પલ્ટો કરીને ગુપ્ત ઓપરેશન બાદ ઝડપી લઇ જામનગર એલસીબી ખાતે લઇ આવવામાં આવ્યાં હતાં અને આ ત્રણેય હત્યારાઓની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

ચકચારી બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એડવોકેટ કિરીટ જોષીની ગત તા.28 એપ્રિલ 2018ના રોજ ટાઉન હોલ ખાતે સરાજાહેર રાત્રીના નવેક વાગ્યે બાઈક પર આવેલા શખ્સોએ છરીના ઘા મારીને હત્યા નિપજાવી નાશી છુટતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના ભાઈ અશોકભાઈ જોષીએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી કે, તેમના ભાઈ મૃતક કિરીટભાઈ જોષી 100 કરોડની જમીનનો કેસ લડતા હોય, જેમાં સ્થાનિક અદાલતથી સુપ્રિમકોર્ટ સુધી કાનુની ટક્કર આપી હતી. જેના મનદુ:ખમાં ભુમાફિયા જયેશ પટેલે ભાડુતી માણસો મોકલીને હત્યા કરાવ્યાનું જણાવ્યું હતું. તે સમયના એસ.પી.પ્રદીપ સેજુળ અને એટીએસએ તપાસ આરંભીને 6 શખ્સોની ધરપકડ કરી હતી. બાદમાં આબુથી ઝડપાયેલા અજયપાલસિંહ પવારની પુછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા હતાં. જેમાં દિલીપ નટવરલાલ ઠક્કર (પુજારા) તેનો ભાઈ હાર્દિક ઠક્કર (પુજારા) અનેે જયંત ગઢવીના નામ ખુલ્યા હતાં.

- Advertisement -

ભૂમાફિયાએ એડવોકેટની હત્યા માટે રોકેલા 3 સાગરિતો નેપાળથી નામ બદલીને નકલી પાસપોર્ટના આધારે ઈન્ડીયામાં આવ્યા હોય અને કલકતામાં મુસ્લીમ વિસ્તારમાં ચોરીછુપીથી રહેતા હોવાની જામનગર એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ આર.બી.ગોજીયા અને ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ.ગરચરની ટીમ કલકતામાં વેશ પલ્ટો કરીને મુસ્લીમ વિસ્તારમાં રેકી કરી હતી અને એક મકાનમાંથી હાર્દિક નટવરલાલ ઠક્કર (પુજારા)તેનો ભાઈ દિલીપ નટવરલાલ ઠક્કર (પુજારા) અને જયંત અમૃતલાલ ચારણ (ગઢવી)ને પકડી લીધા હતાં. જે બાદ સ્થાનિક પોલીસની મદદ લઈને ત્રણેય શખ્સોને ત્યાંની કોર્ટમાં રજુ કરીને પ દિવસના ટ્રાંઝીટ (મુસાફરી)રીમાન્ડ મેળવીને જામનગર લાવવામાં આવ્યા છે. તેની કોવીડ ટેસ્ટ બાદ રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં મળતી વિગત મુજબ, હત્યાના આરોપીઓ કલક્તામાં હોવાની માહિતીના આધારે જામનગર એલસીબીએ રેડ હેન્ડ ઓપરેશનનું નામ આપીને રેકી બાદ એક મકાનમાં પીએસઆઈ ગોજીયાએ હાર્દિક ઉપર રીવોલ્વર તાકી દીધી હતી અને ત્રણેય શખ્સોની ધરપકડ કરીને જામનગર લાવવામાં આવ્યા છે. આ ઓપરેશન પોલીસવડા દિપન ભદ્રનની સતત દેખરેખ હેઠળ લાંબા સમયથી ચાલી રહ્યું હતું તેમજ હત્યાના આ પ્રકરણમાં પોલીસે અગાઉ અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવાર (રાજસ્થાન માઉન્ટ આબુથી ઝડપાયો), સાયમન લુઈસ દેવીનંદ (મુંબઈથી ઝડપાયો), અજય મોહન પ્રકાશ મહેતા (મુંબઈથી ઝડપાયો), રવી રાજેશભાઈ ગગવાણી (અમદાવાદથી ઝડપાયો), નેમિષ સર્ફ ભુરો બીપીનભાઇ ગણાત્રા (રાજકોટથી ઝડપાયો), મનિષ અમૃતભાઈ ચારણ (અમદાવાદથી ઝડપાયો) ઝડપી લઈ રિમાન્ડ મેળવ્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જ્યારે બુધવારે રાત્રિના સમયે દિલીપ નટવરલાલ પુજારા, હાર્દિક નટવરલાલ પુજારા, જયંત અમૃતલાલ ગઢવી નામના ત્રણ શખ્સોની કલકતામાંથી ધરપકડ કરી જામનગર લઇ આવવામાં આવ્યાં હતાં ત્યારે આ પ્રકરણમાં આ હત્યામાં ત્રણ કરોડની સોપારી આપનાર મુખ્ય સુત્રધાર અને ભૂમાફિયા જયેશ મુળજીભાઈ રાણપરિયાને લંડનમાંથી ઝડપી લેવાયો હતો અને તેને ભારત લઇ આવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, જયેશ પટેલની ધરપકડ મામલે હજુ સુધી ગુજરાતના એકપણ પોલીસ અધિકારીએ સમર્થન આપ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular