જૂનાગઢ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પરથી એસઓજીની ટીમે ઝડપી લઇ જૂનાગઢ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢ શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનાનો રવિન્દ્રગીરી પ્રભાતગીરી મેઘનાથી (રહે. નુનારડા, તા. કેશોદ) નામનો શખ્સ સગીરાના અપહરણના ગુનામાં નાસતો ફરતો હતો. આ આરોપી અંગે એસઓજીના હિતેશ ચાવડા, રવિ બુજડ, હર્ષદ ડોરીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફે શહેરના ગોકુલનગર રડાર રોડ પર આવેલી સતવારા સમાજની વાડી પાસેથી રવિન્દ્રગીરીને ઝડપી લઇ જૂનાગઢ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.