દ્વારકા પોલીસ સ્ટેશનમાં તા.22/7/21 નાં રોજ 15 વર્ષની સગીરા ને ઉતર પ્રદેશના એક યુવાન ઉપાડી ગયો હતો તેવી ફરિયાદ સગીરાના પરિવાર દ્વારા નોંધવામાં આવી હતી જેની પોકસો એક્ટ કલમ 12 અને ઇન્ડિયન પીનલ કોડ 363 અને 366 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.જેની દ્વારકા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. પી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસની ટીમ નાં પી.એસ.આઇ. યુ.બી. આખેડ, એ.એસ.આઇ. એચ. એન. ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ રવિભાઈ હેરભા, પોલીસ કોન્સ્ટેબલ અરસીભાઈ ગીજીયા,રાજુભાઈ ઓળકિયા અને મહિલા કોન્સ્ટેબલ હિરલબેન મકવાણા આ સમગ્ર ટીમ દ્વારા આરોપી સુરેશચંદ્ર અવસ્થીને ઉતરપ્રદેશનાં ઉનાવ ખાતેથી પકડી પાડયો હતો દ્વારકા ખાતે લાવવામાં આવ્યો હતો.અને ભોગ બનેલ સગીરાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.