જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિએ 13.17 કરોડના જુદા જુદા વિકાસ કામો અને ખર્ચને બહાલી આપી છે. ગુરુવારે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે જુદી જુદી પાઇપલાઇન તથા વાલ્વ નાખવા માટે કુલ સાડા નવ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉ5રાંત શહેરમાં માળખાકીય સુવિધાના કામો તેમજ સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ તેમજ ઢોરના ડબ્બા માટે એનિમલ એમ્બ્યુલન્સ વસાવવા સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે ફાયર શાખા હસ્તકના જુદા વાહનોના વેચાણ દ્વારા જામ્યુકોને 10.36 લાખ રૂપિયાની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. આ બેઠકમાં મેયર વિનોદ ખિમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.