આગામી સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ જામનગર એસટી ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવા નિર્ણય કરાયો છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ દ્વારા દિવાળીના તહેવાર સબબ તા.25/10/2021 થી તા.04/11/2021 સુધી એકસ્ટ્રા સંચાલન કરવાના આયોજન રૂપે જામનગર તેમજ દેવભુમી દ્વારકા જિલ્લા ખાતેથી અંદાજે 188 એકસ્ટ્રા શિડયૂલનું સંચાલન હાથ ધરાવામાં આવે છે. આથી નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા જામનગર એસટી વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
દિવાળી તહેવાર દરમ્યાન સંભવિત એકસ્ટ્રા સંચાલનના રૂટ નીચે મુજબ છે.