આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ જામનગર સિંધી સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના સાધના કોલોની થી શરુ થયેલી તિરંગા યાત્રા જુના રેલવે સ્ટેશન નજીક આવેલા જુલેલાલ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. જામનગર સિંધી સમાજ આયોજિત આ શોભાયાત્રામાં મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી ફળદુ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પૂર્વ મંત્રી પરમાણંદ ખટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ તિરંગા યાત્રામાં લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા