Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સભારતીય મહિલા હોકી ટીમે પ્રથમ વખત સેમી ફાઈનલમાં પ્રવેશ કરી ઈતિહાસ રચ્યો

ભારતીય મહિલા હોકી ટીમે પ્રથમ વખત સેમી ફાઈનલમાં પ્રવેશ કરી ઈતિહાસ રચ્યો

ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યુ

- Advertisement -

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી-ફાઇનલમાં પહોંચી છે. ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચૂકેલ ઓસ્ટ્રેલિયાની ટીમને ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવ્યું છે. ભારતીય હોકી ટીમનું ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1980માં મોસ્કોમાં રહ્યું હતું જ્યારે તે છ ટીમોમાં ચોથા સ્થાને રહી હતી. 

- Advertisement -

રાની રામપાલની આગેવાનીમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો સામનો આર્જેન્ટીના સામે થશે. ભારતીય પુરૂષ ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે તો આજે ભારતીય મહિલા હોકી ટીમે વિશ્વની દમદાર ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની ગુરજિત કૌરે 22મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular