રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૭૧.૨૯ સામે ૪૯૮૭૬.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૬૬૧.૯૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૨.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૬.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૦૧૭.૭૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૪૧.૬૦ સામે ૧૪૭૫૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૧૩.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૬.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૨૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને વર્કફ્રોમ હોમને લઈને આઈટી સર્વિસિઝ બિઝનેસને મળેલા વેગ અને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ફંડોની આજે શેરોમાં નવી ખરીદીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
વિશ્વભરમાં કોરોનાના બીજા વેવમાં પોઝિટીવ કેસો સતત વધવા લાગતાં અને સ્થાનિક સ્તરે પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગતાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ સહિતના રાજયોમાં રાત્રી કર્ફયુ સહિતના અનેક અંકુશના પગલાં લેવાની ફરજ પડતાં ફરી આર્થિક મોરચે ભારતને મોટો ફટકો પડવાના અને બેરોજગારી વધવાના સંકેતે આજે બે-તરફી અફડાતફડી બાદ તેજી તરફી ચાલ જોવા મળી હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળ, આસામ સહિત ચાર રાજયોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓને લઈ અનિશ્ચિતતા સાથે વધતી મોંઘવારીની પરિસ્થિતિને લઈ સરકાર માટે આગામી દિવસો પડકારરૂપ નીવડવાના સંકેતની નેગેટીવ અસર પણ જોવાઈ હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૪ અને વધનારની સંખ્યા ૧૬૬૩ રહી હતી, ૨૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ઇક્વિટી રોકાણ વધીને ૩૬ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે જે આઠ વર્ષની ઉંચી સપાટી છે. એફપીઆઇ દ્વારા ભારતીય ઇક્વિટી સેગમેન્ટમાં વર્ષ ૨૦૧૨- ૧૩ પછી સર્વાધિક રોકાણ જોવા મળ્યું છે. જો કે, કેટલીક પ્રતિકૂળતાએ રોકાણ પાછું પણ ખેંચ્યું હતું. આમ છતાં ય, ચાલુ નાણાકીય વર્ષે વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. બીજી તરફ જાન્યુઆરી માસના અંત સુધીમાં સીધું વિદેશી રોકાણ પણ વધીને ૪૪ અબજ ડોલર પહોંચ્યું છે. જે એક વર્ષ અગાઉ ૩૬.૩ અબજ ડોલરની સપાટીએ હતું. ગત નવેમ્બર અને ડિસેમ્બર માસમાં એફડીઆઇમાં પણ મોટા પાયે વધારો નોંધાયો હતો. જો કે જાન્યુઆરી ૨૦૨૧માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એફપીઆઇએ ચાલુ નાણાકીય વર્ષમાં ઇક્વિટીમાં રોકાણ કર્યું છે તો બીજી તરફ ડેટ અને બોન્ડ બજારમાં તેઓએ વેચવાલી હાથ ધરી હતી. આમ, ૧૦ માર્ચ સુધીમાં ભારતીય ઇક્વિટીમાં ૩૬ અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
તા.૨૪.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૩.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૮૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૪૯૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૭૭૭ પોઈન્ટ થી ૧૪૬૭૬ પોઈન્ટ ૧૪૬૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૩.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૨૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૩૪૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૦૮૮ પોઈન્ટ થી ૩૩૯૦૯ પોઈન્ટ, ૩૩૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટાઈટન લિમિટેડ ( ૧૪૯૪ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૧૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૯૮૧ ) :- રૂ.૯૫૫ નો પ્રથમ તેમજ રૂ.૯૩૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૪૫ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૫૩ થી ૮૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૨૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટીવીએસ મોટર ( ૫૭૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૮ થી રૂ.૫૯૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૯૦ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૭૩ થી રૂ.૯૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૭૩૯ ) :- આર્યન & સ્ટીલ/ ઈન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ભારત ફોર્જ ( ૫૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૮૦ થી રૂ.૫૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બાયોકોન લિમિટેડ ( ૪૦૧ ) :- ૪૨૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૮૮ થી રૂ.૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )