Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર સિંધી સમાજ દ્વારા રાવણ દહનની તૈયારીનો ધમધમાટ

Video : જામનગર સિંધી સમાજ દ્વારા રાવણ દહનની તૈયારીનો ધમધમાટ

- Advertisement -

જામનગરમાં 7 દાયકાથી પરંપરાગત રીતે આસો સુદ આધશકિત માં જગદંબાના નવ નોરતા નવરાત્રી બાદ વિજ્યાદશમી મહોત્સવની ઉજવણી જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે. જે સંદર્ભે ચુંટણીવર્ષ હોવાને અનુસંધાન જોગાનુજોગ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવનારી તા. 10/10/2022, મંગળવારના રોજ વડાપ્રધાન પ્રદર્શન મેદાન ખાતે જનસભા સંબોધવાના હોવાથી જેની તૈયારી અગાઉ થી શરૂ થઈ જશે જે બાબતને ધ્યાને લઈ આ વર્ષે રાવણદહનનું કાર્યક્રમ સ્થળ ફેરબદલી કરી શહેરના પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ સિંધી સમાજ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

- Advertisement -

સીધી સમાજ દ્વારા યોજાતી રાવણ દહનની પરંપરા કોરોનાકાળમાં તુટયા બાદ આ વર્ષે ફરી પરંપરા મુજબ રામ-રાવણની સેનાના લલકાર નગરના માર્ગો પર ગુંજશે. મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓમાં ૧૨૦૦-૧૨૦૦ યુનિટ અને રાવણના પુતળામાં ૧૩૦૦ યુનિટ એક્સપ્લોઝીવ ગોઠવવા દિલ્હીથી મધ્યપ્રદેશના કારીગરોની ટીમ આવી છે. જેના દ્વારા કન્ટ્રોલ્ડ એક્સ્પ્લોઝિવ ચેઈન સીસ્ટમથી ફુટે તેવી ગોઠવણ કરવામાં આવી છે. જેની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

- Advertisement -

હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સંપ્રદાયની વાડીમાં ભગવાન રામ અને રાવણની સેના વચ્ચે યુધ્ધ બાદ કુંભરર્ણ અને મેઘનાદના ૩૦-૩૦ અને રાવણના ૩૫ ફુટ ઉંચા પુતળાઓનું દહન થશે. તમામ કાર્યક્રમો સિંધી સમાજના ચેરમેન પરમાણંદભાઈ ખટ્ટર, સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, દશેરા કમિટીનાં ચેરમેન પ્યારેલાલ રાજપાલ, વાઈસ ચેરમેન હરીશ ગનવાણીના માર્ગદર્શન હેઠળ આયોજન થઈ રહ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular