જામનગર તાલુકાના લાવડિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતો આદિવાસી યુવાન તેની પ્રેમિકા સાથે વતનમાંથી અહીં ભાગી આવ્યા હતાં. તેની પત્નીને માવતર સાથે સમાધાન થઈ જતા પરત ચાલી જવાથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાના જાંબર તાલુકાનો વતની ચામસીંગ કાંદુભાઈ વાસકલા (ઉ.વ.32) નામનો યુવાન તેના વતનમાંથી તેની પ્રેમિકા ભુરીબેન સાથે ભાગી આવ્યો હતો અને લગ્ન કરી લીધા હતાં. ત્યારબાદ જામનગર તાલુકાના લાવડિયા ગામમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતો હતો. દરમિયાન પત્ની ભુરીબેનને તેના માતા-પિતા સાથે સમાધાન થઈ જતા પત્નીે પિયર ચાલી ગઈ હતી અને પરત ન આવતા યુવાન પતિએ જિંદગીથી કંટાળીને સોમવારે વહેલીસવારના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો પી.એ.ખાણધર તથા સ્ટાફે મૃતકના ભાઈ નજબુ વાસકલાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પત્ની માવતરે જતી રહેતા પતિએ ઝેરી દવા ગટગટાવી
પ્રેમલગ્ન કરી વતનથી જામનગર પંથકમાં મજૂરીકામ માટે આવ્યા : પત્નીને તેના માતા-પિતા સાથે સમાધાન થઈ જતાં પિયર ચાલી ગઈ