Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો રૂા. 1665નો ભાવ

હાપા યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો રૂા. 1665નો ભાવ

230 ગુણીના મોટા જથ્થાની આવક : આજે સાંજે 8 થી સવારે 9 વાગ્યા સુધી મગફળીની આવક ચાલુ રહેશે

- Advertisement -


જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો મોટાપ્રમાણમાં આવી રહ્યો છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળીના ઉંચા ભાવો મળી રહ્યાં છે. હાપા માર્કેટ યાર્ડમાં મંગળવારે લાભ પાંચમના દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના ઉંચા ભાવ મળી રહ્યાં હોય, ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ઓપન હરરાજીમાં મગફળી વહેચી રહ્યાં છે.
હાપા માર્કેટ ગાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યાનુસાર હાપા યાર્ડમાં ગઇકાલે 230 ગુણીનો મોટો જથ્થો આવ્યો હતો. 230 ગુણીમાં 400 મણ એટલે કે, 8050 કિલો મગફળી આવી હતી. જેમાં ખેડૂતોને રૂા. 1665નો 20 કિલોનો ભાવ મળ્યો હતો. આમ ખેડૂતોને હાપા યાર્ડમાં મગફળીના ઉંચા ભાવ મળી રહ્યાં છે અને અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ રૂા. 1665 ખેડૂતોને મળ્યો છે. આમ ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ ખેડૂતોને ઓપન બજારમાં મળી રહ્યો હોય, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો ઓપન બજારમાં મગફળીનો મોટો જથ્થો ઠાલવી રહ્યાં છે.

- Advertisement -


આ અંગે વધુમાં હિતેશ પટેલે જણાવ્યાનુસાર મગફળી (પાલ+ગુણી)ની આવક તા. 11ના રોજ સાંજે 8 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી આવક ચાલુ રહેશે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રાખવામાં આવશે. તેની દરેક કમિશન એજન્ટ ભાઇઓને નોંધ લેવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular