Saturday, January 10, 2026
Homeરાજ્યહાલારના સુવિખ્યાત ભુચર મોરી ખાતે શૌર્યકથા ઉજવાશે

હાલારના સુવિખ્યાત ભુચર મોરી ખાતે શૌર્યકથા ઉજવાશે

રાજપુત આગેવાનો દ્વારા વડાપ્રધાન મોદીને રૂબરૂ આમંત્રણ પાઠવાયું

હાલાર પંથકના ધ્રોલ સ્થિત ભુચર મોરીના શહીદી અંગેના ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા માટે આગામી તારીખ 25 થી તારીખ 31 ડિસેમ્બર સુધી શૌર્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ શૌર્યકથામાં રૂબરૂ ઉપસ્થિત રહે તે માટે જામનગરના ધારાસભ્ય તથા તત્કાલીન મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા તથા રુદ્રદત્તસિંહ વાઘેલાએ દિલ્હી ખાતે રૂબરૂ જઈ અને તેમને આમંત્રણ પાઠવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભવ્ય ઐતિહાસિક શૌર્યકથા કે જેમાં ભારતની સુરવિરતાના વિવિધ પ્રસંગો રજૂ થશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના પાર્ટી અઘ્યક્ષ સી.આર. પાટીલ, ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ તેમજ સંભવિત રીતે વડાપ્રધાન મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. ઐતિહાસિક ભૂચર મોરીના મેળામાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બે વખત મુલાકાત પણ લઇ ચૂક્યા છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular