ઓખાના પોશીત્રા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ વૃદ્ધાના ઘરે મહેમાન બનીને આવેલા ખંભાળિયાના એક શખ્સ દ્વારા એક લાખથી વધુની કિંમત દાગીના તથા રોકડ રકમની ચોરી કરવા સબબ ઓખા પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાઇ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખાથી આશરે 28 કિલોમીટર દૂર પોશીત્રાના ડાભણી ટેકરી વિસ્તારમાં રહેતા મરિયમબેન કરીમભાઈ ઇબ્રાહીમભાઇ ચાવડાના 60 વર્ષીય મુસ્લિમ વૃદ્ધાને ત્યાં મહેમાન બનીને ખંભાળિયાનો સુમાર નુરમામદ સંઘાર નામનો શખ્સ રોકાતો હતો. આ દરમિયાન થોડા સમય પૂર્વે સુમાર મરિયમના ઘરે આવ્યો હતો. જ્યાં તેણે ઘરના સભ્યોની નજર ચૂકવી અહીં રાખવામાં આવેલા સ્ટીલના ડબ્બાનું તાળું ખોલી તેની અંદર રાખવામાં આવેલા રૂપિયા 80 હજાર રોકડા રૂા. 20 હજારની કિંમતનો સોનાના દાગીના, રૂપિયા 3000 ની કિંમતના ચાંદીના સદરા મળી કુલ રૂપિયા એક લાખ ત્રણ હજારની ચોરી કરીને લઇ ગયો હોવાનું મરિયમબેન ચાવડાએ ગઈકાલે ઓખા મરીન પોલીસમાં જાહેર કર્યું છે.
આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે આઈપીસી કલમ 380 મુજબ ગુનો નોંધી આગળની તપાસ એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મહેમાન બનીને આવેલો શખ્સ એક લાખના દાગીના ચોરી ગયો
80 હજારની રોકડ અને 23 હજારના દાગીનાની ચોરી : ખંભાળિયાના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ