Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહાપાલિકા દ્વારા 120 મણ ઘાસ અને છકડો રીક્ષા જપ્ત કરાયા

મહાપાલિકા દ્વારા 120 મણ ઘાસ અને છકડો રીક્ષા જપ્ત કરાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડે. કમિશનર બી. એન. જાનીની સૂચના અનુસાર એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જામનગર શહેરમાં અનઅધિકૃત રીતે ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ પર દંડનીય કાર્યવાહી તેમજ ઘાસની જપ્તી કરવામાં આવેલ છે .

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાં ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ પર કડક કાર્યવાહીની સૂચનાના અનુસંધાને એસ્ટેટ વિભાગના અધિકારી નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ સુનિલ ભાનુશાળી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઘાસચારાનું વિતરણ કરતા આસામીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના તળાવની પાળ, સાધના કોલોની, મારૂ કંસારાની વાડી, ગીતામંદિર, ગોલ્ડન સિટી, ભીમવાસ રોડ, ભીમવાસ ફોજી ઢાબા પાસે, સહિતના વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગે તા.10/9/2022 ના રોજ અંદાજિત 120 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો, ઉપરાંત શહેરમાં છકડા રીક્ષા કે છોટા હાથીમાં ઘાસની ફેરી કરતા વિક્રેતાઓને પણ પકડી વાહનો સહિત ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું , જેમાં આજરોજ રણજીત સાગર રોડ મારું કંસારા ની વાડી પાસેથી જીજે-10-ટીડબલ્યુ-5720 ઘાસનો જથ્થો ભરેલ છકડો રીક્ષા એસ્ટેટ શાખા એ જપ્ત કરી દંડની વસુલાત કરી હતી, આ ઘાસના જથ્થાને જામનગર મહાનગરપાલિકા સંચાલિત સોનલ નગર ખાતે ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યો હતો.

એસ્ટેટ તથા સોલીડ વેસ્ટ શાખા દ્વારા ઘાસ જપ્તીની તથા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેથી તમામ ઘાસ વેચવાવાળાઓ ને સૂચિત કરવામાં આવે છે કે કોઈ જગ્યાએ ઘાસ વેચવું નહીં તેમજ નાગરિકોને ઘાસ ન ખરીદી સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે જે લોકો ઘાસ વેચવાનું ચાલુ રાખશે તેઓ ઉપર પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે લોકો ઘાસ ખરીદી જાહેર જગ્યા ઉપર નાખશે તેમના ઉપર પણ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ લાગતા વળગતા ઘાસ વિતરકો એ નોંધ લેવી તેમ જામનગર મહાનગર પાલિકાના જન સંપર્ક વિભાગ વતી અમૃતા ગોરેચાની એક યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular