જામનગરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ્સ એસો. દ્વારા છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગ્રેઇન માર્કેટમાં આંશિક લોકડાઉન રાખી વેપારીઓને ધંધા-રોજગાર અડધો દિવસ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સફળતાપૂર્વકના આંશિક લોકડાઉનને કારણે કોરોનાનો પ્રકોપ હળવો થતાં આગામી સોમવારથી એટલે કે 17 મે થી ગ્રેઇન માર્કેટના વેપારીઓ રાબેતા મુજબ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખી શકશે તેમ સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ જીતુભાઇ લાલ તથા મંત્રી લહેરીભાઇ રાયઠઠ્ઠા દ્વારા જણાવવામાં આવ્યું છે.