Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયબેનામી સંપત્તિ કાનૂનમાં સંશોધન કરશે સરકાર

બેનામી સંપત્તિ કાનૂનમાં સંશોધન કરશે સરકાર

કાનૂનની થઇ રહી છે સમીક્ષા : સરકાર બજેટ સત્રમાં કાનુન સંશોધન પ્રસ્તાવ લાવશે

- Advertisement -

કેન્દ્ર સરકાર બેનામી સોદાઓ બાબતે એક લીમીટ નક્કી કરી શકે છે અને તેનાથી વધારેના આ પ્રકારના સોદાઓની ખબર પડે તો તેને રદ કરીને આવી સંપતિને જપ્ત કરી શકેશે. વર્તમાન કાયદામાં આવા સોદાઓ પર કોઇ પ્રકારની લીમીટ મુકવાની જોગવાઇ નથી.એક સીનીયર સરકારી અધિકારીએ કહ્યું, ‘બેનામી સોદા કાયદા, 2016ની કેટલીક જોગવાઇઓની સમિક્ષા થઇ રહી છે. અને બેનામી સંપતિઓ પર નિયંત્રણ માટે કાયદાને તેને અનુરૂપ બનાવવા માટે નવેસરથી કામ થઇ શકે છે. એક અન્ય અધિકારીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ વર્તમાન કાયદાની કેટલીક વિસંગતતાઓ દૂર કરવા માટે કેટલાક ઉપાયો દર્શાવ્યા છે જેથી એ સુનિશ્ર્ચિત થઇ શકે કે તેને લાગુ કરતી વખતે કોઇ વિના કારણ હેરાન ના થાય. તેમણે કહ્યું કે આવા સોદાઓ ખાસ કરીને બેનામી કાયદા હેઠળ ઉંચી કિંમતના સોદા પર લીમીટ લગાડવા કેટલાક સૂચનો અપાયા છે. સંસદના બજેટ સત્રમાં આ સુધારાઓનો પ્રસ્તાવ આવી શકે છે. કરની શબ્દાવલીમાં 50 લાખ રૂપિયા અને તેનાથી વધારે કિંમતની અચળ સંપતિની ખરીદી અથવા વેચાણ ઉંચી કિંમતના સોદામાં આવે છે જો કે એક સૂત્રએ કહ્યું કે આ લીમીટ વધી શકે છે. આ ઉપરાંત સીબીડીટી આવી બેનામી સંપતિઓ જપ્ત કરવા માટે નવી પ્રક્રિયા લાવી શકે છે જેથી એવા માલિકોને પકડી શકાય જે બેનામી સંપતિઓનું સર્જન કરે છે અને તેને છૂપાવીને ગુમનામ બનેલા રહે છે.

- Advertisement -

આ પ્રસ્તાવિત પગલુ સુપ્રીમ કોર્ટના હાલમાં જ આવેલ એક ઐતિહાસીક ચૂકાદા પછી લેવાઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે બેનામી લેવડ દેવડ કાયદામાં 2016ના સુધારા પછીની તારીખથી લાગુ નહીં કરવાનો ચુકાદો આપ્યો હતો અને કાયદામાં આવી લેવડ દેવડને ગુનાહિત અને જેલ જેવી સખત સજાવાળી કેટલી જોગવાઇઓ પણ રદ કરી હતી. જેના નામે સંપતિ ખરીદાઇ હોય તે તેના ખરેખર લાભાર્થી ના હોય તેવી સંપતિ બેનામી કહેવાય છે. ઓફીશ્યલ આંકડાઓ અનુસાર, 31મે 2019 સુધીમાં 9600 કરોડથી વધારે કિંમતની બેનામી સંપતિ સાથે સંકળાયેલા 2100 થી વધારે કેસોમાં કારણદર્શક નોટીસો અપાઇ હતી. તેમાંથી મોટા ભાગની નોટીસો સુધારેલો નિયમ લાગુ થયા પહેલાના સોદા માટેની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular