લાલપુર પોલીસ સ્ટેશનના જુદા જુદા વિસ્તારોમાંથી કબ્જે કરાયેલા ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીનનો નાશ કરવા માટે લાલપુર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એસ.જે. અશ્વાર, ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધા, સીપીઆઈ વી.એસ. પટેલ, લાલપુર મામલતદાર કે.એલ.ચાવડા, નશાબંધી અને આબકારી અધિકારી, એમ.સી.વાળા, જામજોધપુર પીઆઈ વાય.જે.વાઘેલા, મેઘપર પીઆઈ બી બી કોડીયાતર અને પીએસઆઈ એસ.પી. ગોહિલ સહિતનાઓની હાજરીમાં ઢાંઢર નદીના કાંઠે રૂા.19,80,250 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયરના ટીન મળી 7802 નંગનો નાશ કરવામાં આવ્યો હતો.