Saturday, December 6, 2025
Homeરાજ્યદુર્ઘટના અંગે સંચાલક એજન્સી સામે બિનઇરાદીત હત્યાની ફરિયાદ

દુર્ઘટના અંગે સંચાલક એજન્સી સામે બિનઇરાદીત હત્યાની ફરિયાદ

રવિવારે સર્જાયેલી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના અંગે જવાબદારો સામે બિનઇરાદીત માનવવધનો અપરાધ નોંધવામાં આવ્યો છે. આ અંગે પુલના સમારકામ કરનાર એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સરકારે આ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

- Advertisement -

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular