જામજોધપુર ગામમાં રહેતી અભ્યાસ કરતી યુવતી તેણીના ઘરેથી કયાંક ચાલી જતાં લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર ગામના ભગવતીપરા મેઇન રોડ પર રહેતી ક્રિષ્નાબેન દિવ્યેશભાઇ ભલસોડ (ઉ.વ.20) નામની અભ્યાસ કરતી કુંભાર યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા લાપત્તા થયેલી યુવતીની પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં યુવતીનો પત્તો ન લાગતા પરિવારજનોએ આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે જામજોધપુર પોલીસે લાપત્તા થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ ફોટાવાળી યુવતી અંગે કોઇને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ યાદીમાં જણાવાયું છે.


