Monday, December 23, 2024
Homeરાજ્યહાલારશેરબજારમાં ‘એક કા ડબલ’ની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

શેરબજારમાં ‘એક કા ડબલ’ની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાની શખ્સને દબોચ્યો

- Advertisement -

છેલ્લા ઘણા સમયથી આભને આંબતી શેરબજારની તેજીથી લોકો પ્રભાવિત બન્યા છે. ત્યારે શેર બજારમાં ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટ કરી અને મહત્તમ લાભ લેવા લોકોની મહેચ્છા સામે દ્વારા ફેસબુક તેમજ ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઈટમાં ફેક આઈ.ડી. બનાવી, અને છેતરામણી જાહેરાતોથી લોકો સાથે ફ્રોડ કરતા હોવાના અનેક બનાવો ખુલવા પામ્યા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તાજેતરમાં બનેલા આ પ્રકારના બનાવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ વિભાગ દ્વારા નક્કર કામગીરી કરી, રાજસ્થાની શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર ફ્રોડ તેમજ શેરબજારની જાહેરાતોમાં ફસાયેલા લોકોની રજૂઆતોને ધ્યાને લઈને જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટને આપવામાં આવેલી સૂચના અંતર્ગત આ અંગે સાયબર સેલની ટીમ દ્વારા મોનીટરિંગ કરી તેમજ ટેકનીકલ સર્વેલન્સ ના આધારે વર્કઆઉટ કરી અને રાજસ્થાન રાજ્યના ટોંક જિલ્લાના ઉનિયારા તાલુકામાં રહેતા અને ટ્રેડિંગનો વ્યવસાય કરતા ધર્મરાજ સ્યોરાજ મીણા નામના 24 વર્ષના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ શખ્સ સામે દ્વારકા તાલુકાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં સુનિયોજિત રીતે ઓનલાઇન છેતરપિંડી આચરવા સબબ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

ઝડપાયેલા આ શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યા બાદ રાજસ્થાનના જુંડવા ગામ ખાતે રહી અને ટ્રેડિંગ ટિપ્સનું કામ કરવા તેના દ્વારા ટેલિગ્રામ પર સન વર્લ્ડ ટ્રેડર્સ નામની ચેનલ બનાવી અને ફરિયાદીને ટેલિગ્રામ ચેનલની લીંક મોકલી અને પોતે આદિત્ય ટ્રેડિંગ કંપનીનો એમ્પ્લોય હોવાનું જણાવી, આ કંપનીનું ફેક આઈ કાર્ડ મોકલી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવી તેના રોકાણ સામે ડબલ પ્રોફિટ આપવાની વાત કહી, તેના દ્વારા રૂ. 89,510 ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. સુનિલભાઈ કાંબલીયા એન.એસ. ગોહિલ, પી.જે. ખાંટ, મુકેશભાઈ કેસરિયા, હેમંતભાઈ કરમુર, પબુભાઈ ગઢવી, હેભાભાઈ ચાવડા તથા અશ્વિનભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

જિલ્લા પોલીસ વડા દ્વારા આમ જનતાને અપીલ

હાલના સમયમાં શેર બજાર કે અન્ય જગ્યાએ રોકાણ કરતા પહેલા રોકાણ પ્લેટફોર્મની ખરાઈ કરીને જ રોકાણ કરવું. રોકાણ કરતા પહેલા સેબી રજીસ્ટર્ડ એડવાઈઝરની યોગ્ય સલાહ લેવી. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટેલીગ્રામ વિગેરે પર શેરબજારમાં રોકાણ માટે અપાતી લોભામણી જાહેરાતોથી દૂર રહેવું અને શેરબજારમાં હંમેશા પોતાની બચત કરતા મર્યાદિત પ્રમાણમાં જ રોકાણ કરવું. જરૂર જણાય તો રૂબરૂ જઈને જે-તે ઓફિસ ખાતેથી માહિતી મેળવવી. ગૂગલ સર્ચ ઉપરથી મેળવેલા કોઈ પણ કસ્ટમર કેર નંબર ઉપર વિશ્વાસ કરવો નહીં. આ રીતે વિવિધ પ્રકારે લોકોને સાવચેતી કેળવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular