કાલાવડ તાલુકાના સાવલી ગામમાં ચેનચાળા કરતા શખ્સને ઠપકો આપતા શખ્સના પિતા સહિતના ચાર શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી વડે ખેડૂત યુવાન ઉપર હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સાવલી ગામમાં રહેતાં અને ખેતી કરતા ગફારભાઈ ઈસ્માઇલભાઈ સમા પસાર થતા હતાં તે દરમિયાન પસાર થતા વ્યક્તિઓ સાથે ચેનચાળા કરતા રેહાનને ઠપકો આપ્યો હતો. આ ઠપકા સંદર્ભે રેહાનના પિતા ગફાર હબીબ સમા, રેહાન ગફાર સમા, હબીબ ઈસાક સમા અને અમીનાબેન ગફાર સમા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં આ અંગેની જાણ થતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.