Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરતહેવારો આવતા જ સક્રિય થઇ જામ્યુકોની ફુડ શાખા

તહેવારો આવતા જ સક્રિય થઇ જામ્યુકોની ફુડ શાખા

તહેવારોની સીઝનનો પ્રારંભ થતાં જ જામ્યુકોની ફુડ શાખા આળસ ખંખેરીને બેઠી થઇ છે. આવતીકાલે દશેરા પર્વ અને ત્યારબાદ આવનારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ફુડ શાખા દ્વારા શહેરમાં ફરસાણ, મીઠાઇ અને અન્ય ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાં તપાસણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

- Advertisement -

જામ્યુકોના ફુડ ઇન્સ્પેકટરો દ્વારા આજે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલી ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં ચકાણસી હાથ ધરીને ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા હતા. જેમને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને સ્વચ્છતા અને હાઇજિનના ઉચ્ચધોરણો જાળવવા માટેની સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular