ભારતમાં કોરોનાની વેક્સીન લેવાથી પ્રથમ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ વાતની સરકરે પુષ્ટિ કરી છે. વેક્સીન લેવાથી 68 વર્ષના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. રીએકશનથી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્રની પેનલ જે રસીની આડઅસરોનો અભ્યાસ કરી રહી હતી તેણે કોરોનાની વેક્સીન લીધા બાદ 1 વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી છે. કોરોનાની રસી લીધા પછી એનાફિલેક્સિસને કારણે એક 68 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે 68 વર્ષીય વૃદ્ધને 8 માર્ચ, 2021 ના રોજ વેક્સીન આપવામાં આવી હતી અને એનાફિલેક્સિસને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ એક પ્રકારનું એલર્જીક રીએક્શન છે.
AEFIના અધ્યક્ષ ડૉક્ટર એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે, દેશમાં વેક્સીન લીધા બાદ પ્રથમ વ્યક્તિનું મૃત્યુ થયું છે.” અગાઉ જન્યુઆરીમાં પણ વેક્સીન લીધા બાદ એનાફિલેક્સિસના બે દર્દીઓ સામે આવ્યા હતા પરંતુ તેઓ સારવાર બાદ સ્વસ્થ થયા હતા.